જાફરી આવાઝ વિષે થોડુંક.....
Visitor No: Web Counter

  • શીઆહ જાફરી મશાયખી વિકાસ મંડળ, સાબરકાંઠા દ્વારા પ્રકાશિત સામયિકનું નામકરણ તા ૧૮-૨-૧૯૮૧ ના રોજ મહેરપુરા મુકામે આકાએ નામદાર પીર સૈયદ મોહંમદ મુશાહિદ હુસૈન બાવા સાહેબ(મદ્દે.) દ્વારા 'જાફરી આવાઝ' આપવામાં આવ્યું.


  • 'જાફરી આવાઝ'નો પ્રથમ અને દ્વિતીય (સંયુક્ત) અંક તંત્રી શ્રી મર્હુમ 'દીપક' દાંત્રેલીયાના હસ્તાક્ષરમાં ડુપ્લેકેટીંગ મશીન ઉપર તૈયાર કરવામાં આવ્યો અને નામદાર બાવા સાહેબના હસ્તે કિશોરગઢ મુકામે તેનું વિમોચન કરવામાં આવ્યું.


  • ઓગષ્ટ ૧૯૮૧થી 'જાફરી આવાઝ' ને સૌ પ્રથમવાર પ્રિન્ટીંગપ્રેસમાં છપાવીને પ્રગટ કરવાનો પ્રારંભ થયો અને આજે સતત ૩૨ વર્ષથી આ માસિક અવિરતપણે કાર્યરત છે.આ સામયિકે સમયાંતરે વિશેષાંકો પણ પ્રગટ કરેલ છે.